આલબાય માતાજીનો ઈતીહાશ
આ દ્વારીકા નગરીમાં અનેક મંદીરો અને તેના ઘણા ઈતીહાશ છુપાયેલા છે. એમાંના એક ઈતીહાશની આજે આપણે વાત કરીશું માં આલબાય માતાજીની. માં આલબાય માતાજીનું મંદીર દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના, મોટા આશોટા ગામમાં આવેલું છે. માં આલબાય માતાજી જાનીગર ડુંગરની ચોટી પર બીરાજમાન છે. એક લોકવાયકા અનુસાર આશરે ૫૦૦૦ વર્ષ પુર્વે માં આલબાયનુ પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે આ વીશ્તારમા આલાશુર નામના રાક્ષસનો ખુબ જ ત્રાશ હતો. આ વીશ્તારમા આ રાક્ષસ પશુ પક્ષી પર ત્રાસ આપીને હાહાકાર મચાવ્યો હતો. આ રાક્ષસ ગાયો, ભેશો, ઘેટાં, બકરા જેવા અન્ય પ્રાણીઓને મારીને પોતાનો ખોરાક બનાવતો હતો. તે રાક્ષસના ત્રાસથી આંખો બારાડી પંથક ભયભીત હતો. આ વીશ્તારમા એક નાગાજણ ચારણનો નેશ હતો. આ નાગાજણ ચારણનો એક અત્યંત પ્રીય પાડો હતો જેનું નામ મહીયા હતું. જેનો વધ આ ક્રુર આલાશુર રાક્ષસે કયરો હતો. આ પાડાના વધ થતાં જ નાગાજણ ચારણ ખુબ દુખી થય ગયા. દુખી નાગાજણ ચારણ દુરવાશા રુષી પાશે ગયા અને આખી વાત વીગતવાર કરી અને જણાવ્યું કે આ રાક્ષસનો વધ કરવો હવે આવશ્યક છે. ત્યારે દુરવાશા રુષીના પ્રાથના અને અચ્રનાથી એક અલોકીક શક્તીનુ પ્રાગટ્ય માં આ...